પ્રકરણ ૨૭મેહુલએ રાધિનો આખો ચેહરો ચુમ્યો, છેલ્લે ગરદન ઉપર એક તસતસતું ચુંબન ચોડ્યું અને તેને કમરથી પકડીને તેની નજીક ખેંચી, "કરે છે ને? પ્રેમ?""પ્રેમ?" રાધિના ગાલ શરમથી લાલ થઇ ગયા હતા."સારું ચાલ મત આપ જવાબ, પણ એમ તો કે કે તું અચાનક અહીં કેવી રીતે? તું તો અમદાવાદ રે' છે ને?" મેહુલનો એક હાથ રાધિના ચેહરા પર ફરી રહ્યો હતો."રાવિ કે'તી હતી કે જીયા અને મેહુલ સાથે કામ કરશે એટલે મને ઈર્ષ્યા થઇ અને તારી પાસે આવી ગઈ હું અચાનક." રાધિએ મનોમન કહ્યું."કંઈ કીધું?" મેહુલએ તેનો કાન આગળ કર્યો."ના, છોડ મને." રાધિએ મેહુલને હળવો ધક્કો માર્યો."આ હાથ છોડવા માટે નથી