આ જનમની પેલે પાર - ૨

(53)
  • 6.4k
  • 1
  • 4.2k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨ આખો પરિવાર ચિંતાગ્રસ્ત હતો ત્યારે દિયાન અને હેવાલીના ચહેરા પર અલગ થવાના દુ:ખ કે અફસોસને બદલે આનંદના ભાવ હતા. આ બાબત પરિવારને વધારે કઠે એવી હતી. જનમ જનમનો સાથ નિભાવવાને બદલે એકબીજાથી દૂર અને જુદા રસ્તે જવાની એમની વાત સ્વીકારી શકાય એમ ન હતી. દિયાન અને હેવાલીએ એકબીજા સામે જોયું અને મલકાયા. પરિવારને એમની સગાઇનો દિવસ અને એ સમયના એમના આવા જ ચહેરા યાદ આવી ગયા. અત્યારે સંજોગો જુદા હતા. દિયાન અને હેવાલી ચૂપચાપ એવી રીતે બેઠા હતા જાણે કોઇ તમાશો જોવા બેઠા હોય. દિયાનના પિતા દિનકરભાઇના મગજનો પારો ઉપર ચઢી રહ્યો હતો. તેમણે ઉગ્ર