ડૂબતી સંધ્યાનો સુરજ - ૭

  • 3.9k
  • 1.6k

ઘરમાં આવીને સુરજની માઁ અને ઇમલીએ પાટલા પર બેસાડી એને નવડાવી દીધો . સુરજ હજી પણ જાણે જળ બનીને બેઠો હતો . કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર એક નજરે બેઠો હતો . જાણે આંખ પણ પટપટવાની એને બંધ કરી દીધી હતી . સુરજની માઁ ની આંખો હવે ધીમેધીમે સુકાવા લાગી હતી . સુરજનો બાપ ક્યારનો એને અનાફ-સનાફ સંભળાવી રહ્યો હતો . " મોટો અફસર ના બન્યો તો કંઈ નહીં પણ ખોટું બોલવાની ક્યાં જરૂર હતી આખા ગામમાં નાક કપાયું તારી તો ઇજ્જત જઈ હારે હારે અમારી પણ ઈજ્જત ના રહેવા દીધી એવાતો કયા જનમ ના પાપની સજા આપી