ડૂબતી સંધ્યાનો સુરજ - ૬

  • 3.4k
  • 1.5k

સુરજ લોહીથી લથબથ હાલતમાં ફર્શ પર પડ્યો હતો . અંદરો અંદર સૂરજની હાલત જોઈ ઘણા માણસો ખુશ હતા અને ઘણાને આ વાતનું દુઃખ પણ હતું કે સૂરજને બધાએ માર્યો , પણ કોઈ ખુલીને વિરોધ કરી શકતા નહોતા . મેનેજરે આદેશના સ્વરમાં કહ્યું " એને હોસ્પિટલ લઇ જાવ અને કાલથી કામ પર આવવાની જરૂર નથી હિસાબ આવતા મહિનાના અંતે આવિને કરી જાય " ટોળાના મારથી વધારે દર્દ સૂરજને એના મેનેજરના શબ્દોથી થઇ રહ્યું હતું . સુરજ જાતે ઉભો થઈને જતો રહ્યો . રસ્તામાં એનો મિત્ર મળ્યો કે જેનું બાઈક લઈને સુરજ એ દિવસે વરસાદમાં ઇન્ટરવ્યૂ આપવા