ડૂબતી સંધ્યાનો સુરજ - ૪

  • 3.4k
  • 1.4k

ક્ષિતિજ પરનો સૂર્ય પેલે પાર જવાની તૈયારી હતી , આકાશમાં હજી અમુક અમુક જગ્યાએ કાળા ડિબાંગ વાદળો જોઈ શકાતા હતા . કોઈ કોઈ જગ્યાએ આકાશ આથમના સૂર્યના લીધે રતુંબડું દેખાતું હતું . વૃક્ષો પર પક્ષીઓ કોલાહલ કરી રહ્યા હતા અને સૂરજ ધીમે ધીમે GPSC ભવનમાંથી બહાર આવી રહ્યો હતો . બંને બાજુના બગીચામાં જે પાણી ભરાયું હતું એ ધીમે ધીમે જમીનમાં સોસાઈ રહ્યું હતું. એક સૂરજ હસતા મોઢે ક્ષિતિજની પેલે પાર જઈ રહ્યો હતો જ્યારે બીજો સૂરજ ભારે હૃદયે ઘર તરફ જઈ રહ્યા હતો ! બહાર નીકળી પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢી . મહામહેનતે