આ જનમની પેલે પાર - ૧

(70)
  • 9.9k
  • 3
  • 5.6k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧ દિયાન અને હેવાલીની જોડી સારસ પક્ષીની જોડી જેવી ગણાતી હતી. બંને જાણે એકબીજા માટે જ બન્યા હોય એવા હતા. બંને સમજુ, સુંદર અને સુશીલ હતા. ભગવાને જાણે તેમની રામ-સીતા જેવી જોડી બનાવી હતી. તેમના સ્વભાવની પ્રશંસા કરતાં પરિવારજનો અને ઓળખીતાઓ આવું બધું કહેતાં અટકતા ન હતા. પતિ-પત્ની તરીકે આદર્શ ગણાતી આ જોડીનું નવા પરણતા યુગલોને ઉદાહરણ અપાતું હતું. હજુ તો લગ્નને એક વર્ષ પણ થયું ન હતું અને જે સમાચાર આવ્યા એ કોઇના માનવામાં આવતા ન હતા. આ શક્ય જ ન હોવાનું એમને જાણનારા છાતી ઠોકીને કહી શકે એમ હતા. ઘણા કહેતા હતા કે પહેલી