પુનર્જન્મ - 35

(38)
  • 4.8k
  • 1
  • 2.6k

પુનર્જન્મ 35 આજે આ મહિનાના એક લાખ રૂપિયા સચદેવા પાસે લેવાના હતા. નેશનલ હાઇવે પર હોટલ આશીર્વાદની બહાર સાંજે પાંચ વાગે મળવાનું હતું. અનિકેત જીપ લઈને સમયસર પહોંચી ગયો હતો. હોટલમાં ખાસ્સી ભીડ હતી. અનિકેત હોટલમાં ચ્હા પીને જીપ લઈ હોટલથી સો મીટર આગળ હાઇવે પર ઉભો રહ્યો. થોડીવારમાં એક લીમોઝન ગાડી આવી અને જીપની બાજુમાં ઉભી રહી. ડ્રાયવર ઉતરીને અનિકેત પાસે આવ્યો. અનિકેત એની સામે જોઈ રહ્યો. 'સર, તમારે પેલી ગાડી લઈ જવાની છે. હું જીપ લઈને તમારી પાછળ આવું છું.' અનિકેત એ