વસુધા - વસુમાં - પ્રકરણ-11

(58)
  • 8k
  • 4k

વસુધાપ્રકરણ-11 પાર્વતીબહેને કહ્યું સારુ તમે આવી ગયાં. દિવાળીબેન પણ હમણાંજ આવ્યાં. વેવાઇનો ફોન હતો. અગિયાસે સાકરપડો લઇને આવશે એમની દિકરી અને જમાઇ પણ સિધ્ધપુરથી આવી ગયાં છે. હાંશ ક્યારની રાહ જોવાતી હતી. ત્યાં દિવાળીબેન કહ્યું મારાં ભાઇની હોંશ સાચી હતી જુઓ વેવાઇનો ફોન પણ આવી ગયો. એ લોકોનાં જમવાની રહેવાની વ્યવસ્થા કરવી પડશે ને પણ વેવાઇ સાકરપડો આપી વ્યવહાર પતાવી રાત્રે પાછાં વળી જશે અહીં રોકાશે નહીં કારણ કે લગ્ન પહેલાં એ શોભે નહીં અને એમની દીકરી જમાઇ આવેલાં છે એ લોકો પણ બધી તૈયારી કરશે ને. પુરષોત્તમભાઇએ કહ્યું રહેવાનાં એટલે જમી પરવારી એ લોકોને આરામ માટે અલાયદો રૂમ આપવો