હાઇવે રોબરી 32 રાઠોડ સાહેબ પાસે હવે બે અગત્યના કામ બાકી હતા. પહેલું, ફરાર મુજરીમ વસંતને શોધવાનું અને બીજું કામ પ્રહલાદ અને જીવણને ચાર્જ ફ્રેમ કરી કોર્ટમાં રજૂ કરવા. લૂંટનો 90℅ માલ પકડાઈ ગયો હતો.. વસંતના ફોટા અને વિગતો ગુજરાતના દરેક જિલ્લા અને સેન્ટ્રલ ક્રાઇમ બ્યુરોને પહોંચતા કરવામાં આવ્યા હતા. પ્રહલાદ અને જીવણને અલગ અલગ રાખીને સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા. એનું રેકોર્ડીંગ પણ કરવામાં આવ્યુ હતું. જવાનસિંહનું મરણોન્નમુખ નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવ્યું હતું. એનું રેકોર્ડીંગ પણ હતું. સરદારજી ઉર્ફે વસંત વિશે જીવણ કે પ્રહલાદ કંઈ ખાસ જાણતા