એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૮

  • 5k
  • 2.3k

એક મહિના પછી.......... દેવના ફોનમાં એલાર્મ વાગ્યું.સવારના છ વાગ્યા હતા.દેવ પથારીમાંથી ઉભો થઇ નાહી-ધોઈને તૈયાર થઈ ગયો અને રૂમની બહાર નીકળ્યો.જશોદાબેન(દેવના મમ્મી) મંદિરમાં પૂજા કરી રહ્યા હતા એટલે દેવે એમને ઇશારાથી જ કહી દીધું કે હું બહાર જાવ છું.જશોદાબેનને પણ ખબર હતી કે દેવ ક્યાં જાય છે એટલે એમને બીજું કંઈ પૂછ્યું નહીં અને પાછા પૂજામાં વ્યસ્ત થઈ ગયા.દેવ એની ગાડી લઈને નીકળ્યો અને સીધો જ ફ્લાવર શોપમાં ગયો.ત્યાંથી એક મસ્ત ઓરેન્જ અને વાઈટ કલરના ફૂલોનો બુકે લીધો અને બુકેને ગાડીમાં મૂકીને કોઈને ફોન કર્યો. "હેલ્લો,તું આવે છે ને?"દેવે પૂછ્યું. "અત્યારે જવાનું છે?"સામેથી અવાજ આવ્યો. "હાસ્તો,કેમ તને શું લાગ્યું?" "મને