પ્રાયશ્ચિત - 20

(85)
  • 10.5k
  • 2
  • 8.9k

પ્રાયશ્ચિત પ્રકરણ - 20 " પપ્પા ફોટો જોઈને હું શું કરું ? જો કેતન જામનગરમાં જ સેટલ થવાનો હોય તો મને એનામાં કોઈ જ રસ નથી. લગ્ન એ મારી અંગત બાબત છે અને આખી જિંદગીનો સવાલ છે. તમે પ્લીઝ બિઝનેસના સંબંધોને વચ્ચે ના લાવશો. મુંબઈ છોડીને કાયમ માટે જામનગર જાઉં ? નો વે ... પપ્પા !! " નિધી બોલી. સુનિલભાઈએ જ્યારે રાત્રે ઘરમાં નિધીની કેતન સાથેની સગાઈની ચર્ચા કાઢી અને એનો ફોટો બતાવ્યો ત્યારે એમની દીકરી નિધીએ પોતાનો વિરોધ જાહેર કર્યો. સુનિલભાઈએ કેતન માટે નિધીનું માગુ નાખ્યું હતું અને આજે જ નિધીના કેટલાક ફોટા સિદ્ધાર્થભાઈના મોબાઇલમાં ફોરવર્ડ કર્યા હતા. સામે કેતનનો