મોજીસ્તાન - 57

(17)
  • 3.6k
  • 1.8k

જગા ભરવાડ અને નારસંગ બંડેરીએ ઘણી માથાકૂટ કરી પણ સોંડાગર સાહેબ એકના બે ન થયા.બંનેને લોક અપમાં પુરી દેવામાં આવ્યા.બંનેના ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યાં. થોડીવારે સ્થાનિક છાપામાં કામ કરતો એક પત્રકાર આવીને બંનેના ફોટા પણ પાડી ગયો.એ બિચારો ફોટોગ્રાફરની ભૂમિકા પણ ભજવી લેતો હતો."અલ્યા અમારા ફોટા છાપામાં આવશે ?" જગાએ પત્રકારને પૂછ્યું."હા, તમે પરાક્રમ કર્યું છે તો પ્રખ્યાતી પણ મળવી જોવે ને !""તો ઉભો રે.. હું માથું ઓળી લવ.નારસંગ લાય તો દાંતીયો..'' જગાએ માથાના વાળમાં હાથ ફેરવતા કહ્યું."કાંય મારી જાનમાં નથી જાવાનું..સાનોમાનો મોઢું ઢાંકી દે.આવી રીતે છાપામાં ફોટા આવે ઈ હારું નો કે'વાય..'' કહી નારસંગે મોં આડો રૂમાલ