મોજીસ્તાન - 56

(16)
  • 3.4k
  • 1
  • 1.6k

બોટાદથી નયનાને બેસાડીને ગામ આવતી વખતે હુકમચંદ અને નયના બાજરાના ખેતરમાં ઘુસ્યા હતા.એ વખતે પાછળ આવેલા રણછોડે એ બંનેનું શૂટિંગ કરી લીધું હતું.એ વીડિયો ક્લિપનો આધાર લઈ હુકમચંદને હલાલ કરવાનો આઈડિયા ચમન ચાંચપરાએ લગાવ્યો હતો.પણ રણછોડ માત્ર ધમકી આપવા સંમત થયો હતો.કારણ કે જો એ ક્લીપ વાયરલ થાય તો નયનાની ઈજ્જત પણ જાય અને એમ કરવાથી નયના કદાચ એનો જીવ દઈ દેતા અચકાય નહિ. કારણ કે એની દીકરીનું ભવિષ્ય પણ બગડે અને બિચારા નગીનદાસને ક્યાંય મોઢું બતાવવા જેવું ન રહે. રણછોડને આ પ્રકરણમાં નયનાને સામેલ કરવા બદલ પસ્તાવો થઈ રહ્યો હતો.બિચારી નયનાએ પોતાના પ્રેમને ખાતર હુકમચંદ જેવા ખંધા અને