મોજીસ્તાન (52) બાબો થોડીવાર લખમણ ભૂતની વાત સાંભળતો રહ્યો.ભૂત ઘડીક રડતું હતું તો ઘડીક અટ્ટહાસ્ય કરવા લાગતું હતું. "હા..ભાઈ..લખમણભૂત..તારે શું જોઈએ છે એ બોલને ભાઈ.આમ રોજ રોજ ફોન કરીને ભાભાને હેરાન શુંકામ કરે છે ! હું એમનો પુત્ર બાબાશંકર બોલું છું.તારો મોક્ષ હવે મારા હાથે જ થવાનો લાગે છે. બોલ શું જોઈએ છે તારે ?'' બાબાએ સહેજ પણ ગભરાયા વગર જરા મોટેથી કહ્યું. ભૂત બાબાનો અવાજ સાંભળીને થોડીવાર ચૂપ થઈ ગયું. એ દરમ્યાન ફોનમાં કોઈ વાહનનો અને કૂતરા ભસવાના અવાજો પણ સંભળાયા.એ અવાજો સાંભળીને બાબો સમજી ગયો કે ફોન કરનાર ભૂત તો નથી જ.પણ ભૂત બનીને ગામનો જ કોઈ