મોજીસ્તાન (51) વીજળી સવારે દસ વાગ્યે ઘેર પહોંચી ત્યારે હુકમચંદ ઓસરીમાં બેઠો હતો.વિજળીએ દોડીને તેના પિતાના પગમાં પડતું મૂક્યું. "પપ્પા, મને માફ કરી દો.હવે પછી આવી ભૂલ ક્યારેય નહીં થાય..." કહી વીજળી રડવા લાગી. હુકમચંદે વીજળીના ખભા પકડીને ઉભી કરી.એની આંખમાં પણ આંસુ ભરાઈ આવ્યા હતા. "બેટા,તું હવે સમજીને પાછી આવી ગઈ છો એ જ હકીકત છે. જે થયું એ બરોબર નથી થયું પણ અંત ભલા તો સબકુછ ભલા." કહી હુકમચંદે વીજળીના માથે હાથ મુક્યો. એ જ વખતે વીજળીની મા ઘરમાંથી બહાર આવી.વીજળી દોડીને એને વળગી પડી. "બેટા, આવું પગલું ભરાય ? જીવતે જીવ અમને મોત દેવાનું તને સુજ્યું