મોજીસ્તાન - 47

(13)
  • 2.9k
  • 1.3k

રવજીના ઘેર સત્યનારાયણની કથા વાંચતા તભાભાભાનું મન કથા વાંચવામાં લાગતું નહોતું. આજ બાબો પહેલીવાર એમનાથી દૂર ગયો હતો.વાંદરાની કોટે વળગાડી રાખેલા બચ્ચાની જેમ એમણે બાબાને સાચવ્યો હતો.એમને મન એ હજી બાબો જ હતો.બાબો કેટલો કાબો હતો એ તભાભાભાને હજી ખબર પડી નહોતી.પોતાને ત્યાં ભગવાન સત્યનારાયણ પોતે પુત્ર સ્વરૂપે અવતાર ધરીને આવ્યા હોવાનું તેઓ માનતા હતા.અને આ ગામના મુમુક્ષજનોનું કલ્યાણ કરવાની પોતાની ફરજ છે એમ સમજતા હતા. ગામમાં કથા હોય એટલે સગાસબંધી અને મિત્રોનો પરિવાર કથા સાંભળવા નહીં પણ હાજરી પુરાવવા હાજર રહેતા હોય છે.કારણ કે પોતાના ઘેર જ્યારે કથા કરવામાં આવે ત્યારે જનસંખ્યા જળવાઈ રહે.છેલ્લા અધ્યાયની ઘંટડી વાગે ત્યારે આ શ્રોતાઓની