મોજીસ્તાન (45) ટેમુ અને બાબો એમના ખાસ દોસ્ત સંજયને મળવા સાંજની ટ્રેનમાં બેઠા ત્યારે બાબો પિતાજીની રજા લઈ ન શકાઈ એ બાબતનો અફસોસ કરી રહ્યો હતો.આજ દિવસ સુધી બાબો આવી રીતે ક્યારેય ગામની બહાર નીકળ્યો નહોતો.પિતાજીની આંગળી પકડીને આજ દિન સુધી ફરેલો માથાફરેલ બાબો આજ પહેલી વાર ટ્રેનમાં બેઠો હતો. રેલવેસ્ટેશન ગામથી બે કિમી દૂર હતું.ગામમાંથી રેલવે સ્ટેશન જવા માટે તગ્ગાઓ મળતા.ઢેફલાના ટેમ્પના ઠાંઠે બેસીને બંને રેલવે સ્ટેશન આવ્યા ત્યારે સાંજના સાત વાગી ગયા હતા.ટ્રેન અવવાને હજી વાર હતી એટલે બાબો અને ટેમુ અમદાવાદની ટીકીટ લઈને રેલવે સ્ટેશનના બાંકડે બેઠા હતા.ટેમુએ બનાવેલો માવો બેઉએ અડધો અડધો ગલોફામાં ચડાવ્યો હતો. બાજુના