શેમને અંદાજ ન હતો કે ઈશાન તેની ઉપર કેસ કરશે અને તેને આ રીતે જેલના સળિયા ગણવા પડશે. તે ધૂંઆપૂંઆ થઈને પગ પછાડતો પછાડતો જેલમાં જાય છે અને ઈશાનને જીવતો નહીં છોડવાની પોતાના મનમાં ગાંઠ વાળી દે છે. બપોર થતાં થતાં તો અપેક્ષા હૉસ્પિટલ પહોંચી જાય છે અને ઈશાનના મૉમને ઘરે જઈને આરામ કરવા માટે કહે છે. ઈશાનના મૉમ પણ ઈશાનને આ હાલતમાં છોડીને ઘરે જવા તૈયાર નથી પણ ઈશાન તેની મૉમને કહે છે કે, " મૉમ તમે ઘરે જઈને આરામ કરો અને આમેય મને અપેક્ષાની કંપની વધારે ફાવશે." એટલે ઈશાનની મૉમ બંનેને એકલા છોડીને ઘર તરફ રવાના થાય છે.