ધૂપ-છાઁવ - 39

(27)
  • 4.8k
  • 2
  • 3.3k

પરોઢિયે ચારેક વાગ્યે ઈશાન ભાનમાં આવ્યો અને પોતાને અસહ્ય થઈ રહેલા દુખાવાને કારણે બૂમો પાડવા લાગ્યો. સીસ્ટરે ઈશાનના ભાનમાં આવ્યાના સમાચાર અપેક્ષાને અને તેના મમ્મી-પપ્પાને આપ્યા. અપેક્ષા ઈશાનને મળવા માંગતી હતી પરંતુ ઈશાન આઈ સી યુ માં હતો તેથી તે મળવા જઈ શકી નહીં. બીજે દિવસે ઈશાનને થયેલા ફ્રેક્ચરનું ઓપરેશન હતું. સવારે અક્ષત હોસ્પિટલમાં હાજર થઈ ગયો હતો અને ઈશાનની ઉપર આ રીતે જીવલેણ હુમલો કરાવનાર શેમની ઉપર કેસ દાખલ કરવા માટે કહી રહ્યો હતો. ઈશાનના મમ્મી-પપ્પા શેમની ઉપર કેસ દાખલ કરવાની ચોખ્ખી ના પાડી રહ્યા હતા કારણ કે તે ખૂબજ ખતરનાક ગુંડો હતો અને અક્ષત તેમને સમજાવી રહ્યો હતો