પ્રાયશ્ચિત - 19

(73)
  • 10k
  • 1
  • 8.9k

પ્રાયશ્ચિત - પ્રકરણ 19વેદિકા ના ગયા પછી થોડીવારમાં જ દક્ષાબેન રસોઇ કરવા આવી ગયાં. એમણે આવીને ઘરમાં જે જે વસ્તુ ખલાસ થઈ ગઈ હતી એનું લિસ્ટ બનાવ્યું. પંદરેક મીનીટ પછી મનસુખ માલવિયા બાઈક લઈને આવી ગયો. દક્ષાબેને એ લીસ્ટ મનસુખને આપ્યું. સાથે બે લિટર દૂધ પણ લાવવાનું કહ્યું. અડધા કલાકમાં તો મનસુખ દૂધ અને સામાન લઈને આવી ગયો. " કાલે રસોઈમાં મારી જરૂર હોય તો વહેલો આવી જાઉં દક્ષાબેન !!" મનસુખે કિચનમાં જઈને દક્ષાબેનને પૂછ્યું. " રસોઈમાં તો મારે તમારી જરૂર નહીં પડે પણ મોટા સાહેબ આવે તે પહેલાં તમે આવી જજો. કારણકે પીરસવામાં તમારી જરૂર પડશે. " દક્ષાબેને કહ્યું. " હા એમ તો