પીટીસીનું રિઝલ્ટ જોતી જોતી વિચાર તંદ્રામાં ખોવાયેલી 'પરી' બસની બે બેઠકવાળી સીટ માં એકલી બેઠી હતી.બાકીની સીટ મોટા ભાગે ખાલી હતી.બસ અમદાવાદથી વલસાડ હાઇવે તરફ સડસડાટ દોડી રહી હતી.રાત્રિના ટ્રાફિક અવાગમનનો ઘોંઘાટ અને પ્રકાશ તેના કાને અને ચહેરા પર અનુભવાતો હતો પરંતુ તેને તે અસરકારક ન્હોતો.તેના વિચાર તંતુ નો એક તાર તૂટ્યો.કંડક્ટર ટિકિટ ટિકિટ કરતો તેની સીટ ની નજીક ટેકો લઇ ઉભો રહી બોલ્યો "બેન ક્યાં જવું છે?" વલસાડ.... ટૂંકો એક શબ્દ બોલી પરીએ પોતાના પર્સમાં રૂપિયા પાંચસોની નોટ આપી. ટિકિટ અને બાકીનાં રૂપિયા પરત કરી કંડક્ટર અન્ય પેસેન્જરની પાસે પરી જે