" સૂરજમુખી "વેકેશન પડ્યું નથી કે જ્હાનવી પોતાની માસીને ઘરે રહેવા માટે ગઈ નથી. જ્હાનવી અને પરિતા બંને માસી માસીની દીકરીઓ બંને ઉંમરમાં એક સરખી એટલે બંનેને બહેનો કરતાં બહેનપણીઓ જેવું બને અને તેથીજ જ્હાનવીને માસીના ઘરે રહેવું ખૂબ ગમે. પરિતા થોડી ઘંઉવર્ણી અને બોલવા-ચાલવામાં થોડી શાંત અને ધીર ગંભીર પરંતુ જ્હાનવી બોલવામાં એકદમ એક્સપર્ટ, તેને બધાની સાથે ખૂબજ બોલવા અને હસી-મજાક કરવા જોઈએ. જ્હાનવી દેખાવમાં પણ ખૂબજ રૂપાળી, કોઈને પણ ગમી જાય તેવી અને પાછી બોલવામાં મીઠી એટલે સૌને વ્હાલી લાગે તેવી હતી. કોઈપણ છોકરો તેને જૂએ એટલે તેને એમજ થાય કે, જ્હાનવી સાથે વાત કરવા મને ક્યારે મળશે..??