જાસૂસનું ખૂન - ભાગ 2

(15)
  • 5.2k
  • 2.5k

જાસૂસનું ખૂન ભાગ-2 ડાયરી હરમન અને જમાલ બંન્ને દસ વાગે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતાં. ઇન્સ્પેક્ટર પરમસિંહ દેસાઇ પોલીસ સ્ટેશનમાં હમણાં જ આવ્યા હતાં અને હવાલદારોને સૂચના આપી રહ્યા હતાં. હરમને કેબીન પાસે આવી કેબીનનો દરવાજો ખોલી પોતાનું મોઢું પરમસિંહ દેસાઇને બતાવ્યું હતું. "અરે હરમન, આવી જા. હું તારી જ રાહ જોતો હતો." પરમસિંહ દેસાઇએ હવાલદારોને બહાર મોકલતા હરમનને અંદર આવવાનું કહ્યું હતું. "નાયબ માકડના ખૂન વિશે છાપામાં તો વાંચી જ લીધું હશે. મારે એ વિશે તને થોડા સવાલો પૂછવા છે. મને ખબર છે મારી અને તારી વચ્ચે સંબંધો બહુ સારા નથી પરંતુ તું ચિંતા ના કરતો મારા અને