સંબંધ-તારો ને મારો - 4

  • 2.5k
  • 866

(આગળના ભાગમાં આપણે જોયું કે સમીર સફેદ ઓઢણીવાળી યુવતી વિશે પોતાની માતાને માંડી ને વાત કરે છે. ગીતાબેનને એવું લાગે છે કે સમીર પ્રેમમાં પડ્યો છે પણ પ્રેમ શબ્દથી પણ દૂર ભાગતો સમીર એની માતાની વાત ને અર્થહીન ગણી નાખે છે. પણ રાત્રે સૂતી વખતે પણ એ જ વિચારોમાં ડૂબેલો રહે છે. હવે જોઈએ આગળ) સમીર રસ્તામાં જેટલી બસ મળી બધામાં પેલી સફેદ ઓઢણીવાળી યુવતીને શોધી રહ્યો હતો. પોતાના આવા વર્તનથી એ ખુદ પણ આશ્ચર્યચકિત હતો. વિચારોમાં ને વિચારોમાં એ કોલેજ પહોંચી ગયો. કોલેજ પહોંચતા જ એને પોતાના મિત્ર જયને ફોન કર્યો. જય પણ કોલેજ પહોંચી ચુક્યો હતો એટલે બન્ને