પ્રકરણ ૧૪"રાવિ..... રાવિ......." એક સ્ત્રીનો અવાજ રાવિકાના કાને પડ્યો."કોણ છે?" રાવિએ આજુબાજુ નજર કરી પણ ઓરડામાં રાધિકા સિવાય કોઈજ ન્હોતું."રાધિ તો ઊંઘી ગઈ છે, વહેમ હશે મારો." રાવિકાએ મનોમન વિચાર્યું અને ફરીથી લેપટોપ પર કામ કરવા લાગી."રાવિ.... મદદ કર મારી..... મદદ કર....." ફરીથી એજ અવાજ આવ્યો.રાવિકાએ પાછળ ફરીને જોયું અને તેના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ. તેની સામે એક પ્રોઢ સ્ત્રી ઉભી હતી, તેનો અડધો ચેહરો બળેલો હતો અને શરીરના કેટલાયે અંગો પર ચામડીને બદલે માંસના લોચા દેખાતા હતા."આ કોણ છે? રાવિ આ કોણ છે?" રાવિકાની ચીસ સાંભળીને રાધિકા ઉઠી ગઈ."શું થયું બેટા? રાવિ....રાધિ...." જિજ્ઞાસા અને રયાન પણ રાવિકાની ચીસ