આગળ ના ભાગ માં જોયું કે....મીરા આદિને મળવા ઉતાવળી હતી એટલે વરુણ ની વાતમાં ધ્યાન આપી રહી ન હતી...પરંતુ વરુણ ના મોઢા માંથી આદિ નામ નીકળતા એ વચ્ચે જ બોલી ઉઠી... " આદિ....અંદર છે એ આદિ છે....?" મીરા એ થોડું આશ્ચર્ય અને થોડી નવાઈ થી વરુણ ને પૂછ્યું... " હા ,કેમ તું ઓળખે છે ..." વરુણે સામે સવાલ કર્યો ... " એ મને મળવા તો આવી રહ્યો હતો ...." મીરા બોલી... " ઓહ તો તું મીરા છે...." વરુણ બોલ્યો... " બેબી ..." વરુણ અને મીરા એની વાત પૂરી કરે એ પહેલા પ્રિયા હોસ્પિટલ માં આવી અને જોર જોરથી બોલવા લાગી...