સજન સે જૂઠ મત બોલો - 19

(50)
  • 4.8k
  • 2
  • 1.5k

પ્રકરણ- ઓગણીસમું/૧૯‘પણ સાહિલ, એ સરિતા શ્રોફને મારી અસલી ઓળખ તો નથી આપીને ? સૂર્યદેવે પૂછ્યું.‘ના.. ફક્ત ‘સૂર્યદેવ’ નામ સિવાય કોઈ ઉલ્લેખ નથી કર્યો...‘અરે યાર મારું અસલી નામ અને કામ કયારેય કોઈને પણ નહીં જણાવવાનું. હીરા બજારના કંઇક ખર્વોપતિ ડાયમંડ કિંગ્સની તુલનામાં, સાહિલની ઓળખ એક સામાન્ય વેપારી તરીકે હતી અને સૂર્યદેવ શહેરની ક્રાઈમ બ્રાંચના ગુપ્તચર ખાતાનો બાહોશ અધિકારી છતાં બંનેની દિલોજાન દોસ્તીની દાસ્તાન દિલધડક હતી.આજથી ઠીક એક વર્ષ પહેલાં એક ગાઢ અંધારી રાત્રે ઘટી ગયેલી એ ઘાતકી ગોઝારી ઘટનાના ઘાત અને ઘાવના મંજરનું એક એક દ્રશ્ય આજે પણ સૂર્યદેવની આંખો સમક્ષ તરી આવતું હતું. સૂર્યદેવે જોબ જોઈન કરી તેના પંદર દિવસ પછીની આ