અપશુકન - ભાગ - 6

(11)
  • 4.1k
  • 1.7k

વિચાર કરતાં કરતાં જ અંતરા બેડ પર લાંબી પડી. 'વિનીતને મનાવવો સહેલો છે, પણ મમતાબેન અને ગરિમાબેન? એમને કેવી રીતે મનાવીશ?' અંતરા ફરી ભૂતકાળમાં સરી પડી. પહેલેથી જ આ બંને નણંદોનું ઘરમાં રાજ ચાલે. મમતાબેન મોટાં અને ગરિમા બેન નાનાં. સાસુના વધુપડતા લાડ, ચાગ અને દીકરીની બધી જ વાતોમાં હા એ હા કરવાની જીદને કારણે આ બંને નણંદો સ્વભાવે જીદ્દી અને બોલવામાં આકરા બની ગયાં હતાં. જયારે આ ત્રણેય ભેગા થાય ત્યારે સસરાનું તો કંઈ જ ન ચાલે. સસરાના નાના ભાઈ ભગવાનદાસ સાથે પપ્પાને ખૂબ જ લગાવ હતો. બંને ભાઈઓ વીસ વર્ષ સાથે રહ્યા હતા. એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રેમ,