સફર-એક અનોખા પ્રેમની... - 29

  • 3.2k
  • 1.3k

ૐ (આગળના ભાગમાં આપણે જોયું કે આલોકની મુલાકાત પ્રિયંકા સાથે થઈ અને બન્ને વચ્ચે ઘણી વાત-ચિત થઈ, તેમજ પ્રિયંકાએ આલોકને અરીજીતસિંહના કોન્સર્ટની તેની પાસે જે એક્સ્ટ્રા ટિકિટ હતી તે પણ આપી, હવે આગળ...)સાંજના છ વાગ્યા હતા, આલોક પોતાના રૂમમાં તૈયાર થઈ રહ્યો હતો, ત્યાંજ હેત્વીબહેન આલોકના રૂમ પાસેથી પસાર થયા અને તેમણે ગીત ગાવાનો અવાજ સાંભળ્યો એટલે તેઓ આલોકના રૂમમાં ગયા, ત્યાં તેમણે જોયું કે આલોક ગીત ગાતા-ગાતા તૈયાર થઈ રહ્યો હતો એટલે તેમણે આલોકને પૂછ્યું, "ક્યાં જાય છે બેટા ?"આલોક અરીસામાં જોઈ પોતાના વાળ સેટ કરતા બોલ્યો, "મમ્મી આજે અહિં નજીકમાંજ મારા ફેવરિટ સિંગર અરીજીતસિંહનો કોન્સર્ટ છે , અને તને