ધૈર્ય અને કરીના બંને એક મોબાઈલની કંપનીમાં સાથે જ જોબ કરતાં હતાં. અવાર-નવાર સાથે જ આવવા જવાનું પણ રહેતું બંને વચ્ચેની ઓળખાણ મિત્રતામાં પરિણમી અને આ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી તેની બંનેમાંથી કોઈને પણ ખબર ન પડી. બંનેએ પોત પોતાના ઘરે આ વાત જણાવી પરંતુ જ્ઞાતિ બાદને કારણે બંનેના ઘરેથી આ લગ્ન માટે ચોખ્ખો વિરોધ થયો. ધૈર્ય અને કરીના બંને એકબીજાને ખૂબજ ચાહતાં હતાં બંને એકબીજાને છોડવા માટે તૈયાર ન હતાં. છેવટે બંનેએ પોતાની જાતે જ કોર્ટ મેરેજ કરી લીધા અને માતા-પિતાના આશીર્વાદ લેવા માટે ગયા તો બંને બાજુથી તેમને માટે દરવાજા બંધ થઈ ગયા. બંને ખૂબજ નિરાશ થયા પણ