પ્રકરણ ૬પાલનપુર પહોંચીને સૌથી પહેલાં રાવિકાએ ફોન રિસ્ટાર્ટ કર્યો, જિજ્ઞાસાના ૨૫ ફોન અને ૧૩ મેસેજ હતા. તેણીએ તરત જિજ્ઞાસાને પાછો ફોન કર્યો, પણ ફોન સ્વિચ ઑફ આવતો હતો.રાવિકાએ મેસેજ વાંચ્યા, જિજ્ઞાસા અને રયાન પહેલી ફ્લાઇટથી અમદાવાદ આવી રહ્યાં હતાં."હું અમદાવાદ એરપોર્ટ પર તમારી રાહ જોઇશ." રાવિકાએ મેસેજ સેન્ડ કરીને ફોન રાધિકાને પાછો આપ્યો."મારા મનમાં એક પ્રશ્ન છે, પૂછું?" રાધિકાએ રાવિકા સામે જોયું.રાવિકાએ હકારમાં માથું હલાવ્યું, એટલે રાધિકા આગળ બોલી, "તારું નામ રાવિકા, મારું નામ રાધિકા. ચેહરો, અવાજ અને શરીર બધું એક જેવું અને આપણે બંનેઉ ગુજરાતી છીએ, તો આપણો સબંધ શું છે?""એક પ્રશ્ન મારા મનમાં પણ છે...." અચાનક કંઈક યાદ