લોસ્ટ - 5

(33)
  • 4.8k
  • 1
  • 2.3k

પ્રકરણ ૫"મિથિલાની સ્કૂલ ફી ભરવાની છે, રોજેરોજ બચત કરીને ફીના પૈસા ભેગા કરવાનો પ્રયત્ન કરીયે છીએ પણ તોય નથી પહોંચી વળાતું." રીનાબેનએ સ્કૂલમાંથી મળેલા નોટિસને જોઈને માથું કુટ્યું."કંઈક થઇ જશે રીના, બપ્પા પર વિશ્વાસ રાખ." કેશવરામ પત્નીને આશ્વાસન આપવા સિવાય કઈ કરી શકે એમ ન્હોતા અને એ વાતનો અફસોસ તેમના ચેહરા પર દેખાઈ આવતો હતો."બાળકોની વાત આવે એટલે આ વિશ્વાસ હલી જાય છે કેશવ, આપણે કોઈનું શું બગાડ્યું હતું કે બપ્પા આપણી સામે પાછું વળીને જોતાંય નથી? માબાપનું દિલ દુઃખવીને આ સંસાર માંડ્યો છે એ પાપની સજા તો નથીને આ?" રીનાબેનની આસ્થા તૂટવા લાગી હતી.ખરાબ સમયની આજ ખાસિયત હોય છે,