અવંતિકા ના આપના પ્રતિભાવ થી મને નવી નવલિકા લખવાની પ્રેરણા મળી,તો આપ સૌની સમક્ષ મારી નવી નવલિકા અહીં રજૂ કરું છું,આશા છે આપ સૌને પસંદ આવશે. કૃપા ઉપર એના નામ સિવાય કોઈની પણ કોઈપણ જાતની ક્યારેય કૃપા નહોતી.એક તો માં બાપની પાંચમી દીકરી, એટલે તેમની કૃપા તો ક્યાંથી હોય,પાછું ભણવામાં નબળી એટલે શિક્ષકો ની પણ ક્યાય કૃપા નહિ,અને થોડી અંતર્મુખી એટલે કોઈ સહેલી ની કૃપા પણ નહીં.અને ઉપર થી માવતર ગરીબ,પાંચ દીકરીઓ નો કરિયાવર કેમ ભેગો કરવો ?એ જ મુખ્ય પ્રશ્ન.એમા બીજા શોખ તો ક્યાંથી પુરા થાય. કૃપા પર ભગવાનની એકજ કૃપા કે તે થોડી દેખાવડી,શરીરે ભરાવદાર,અને નમણી, અને