શ્વેત, અશ્વેત - ૧૬

  • 3.4k
  • 1
  • 1.3k

‘આ કેજ?’ મે દરવાજા પર ઊભા દીશાંતને પૂછ્યું. ‘તમારી મિત્ર મિસ ક્રિયાએ મંગાવ્યું હતું.’ તેણે હસીને જવાબ આપ્યો. તમારી? હું આને ૬૭ની બુઢ્ઢી લાગતી હતી કે શું? તે અંદર આવ્યો અને સોફા પર પાંજરું મૂકી બાજુમાં સામાન મૂક્યો. ક્રિયા તેણે જોઈજ રહી. નિષ્કા તેની સાથે કોઈ વાત કરતી હતી. તનીષાએ પાંજરું હાથમાં લીધું અને જોવા લાગી. ‘દીશાંત?’ ક્રિયાએ જોરથી પૂછ્યું. ‘હં?’ દીશાંતે ક્રિયા તરફ જોયું પણ ન હતું. ‘સિયા ફ્રી છે?’ આ વાત પર ક્રિયા તરફ દીશાંતે જોયું. એ સોર-સરેસનું ક્રિયાને શું કામ પડ્યુ? ‘ક્યારે?’ ‘કાલે સવારે?’ ‘હા.. કેમ?’ ‘મારે પોરબંદરનો દરિયો જોવા જવું છે.’ નિષ્કા ક્રિયા તરફ આંખો કાઢી