જીવન બાગ

  • 3k
  • 876

જીવન બાગ ૧) સુંદર ને સુવ્યવસ્થિત જીવનબાગ બધાને ગમે. સુંદર, સુઘડ,સુવ્યવસ્થિત બગીચો જેમ બધાને ગમતો હોય છે, એ જ રીતે જેમનું જીવન બગીચાની માફક સુંદર, સુઘડ, સરળ ને સુવ્યવસ્થિત હોય તો એ બધાને ગમતું હોય છે. જેમ વૃક્ષોમાં રહેલા મઘમઘતા ફૂલો, એની શીતળતા અને એની સુંદરતા પશુ,પક્ષી,માણસ બધાને ખૂબ આનંદ આપતા હોય છે,એ જ રીતે શ્રેષ્ઠ જીવન જીવનારા લોકો પણ એમની આજુબાજુ ખુશીઓ રેલાવતા હોય છે ને એ જીવન પણ ખૂબ આનંદદાયક રીતે જીવતા હોય છે. ૨ ) યોગ્ય વિચાર બીજનું વાવેતર... " જેવું વાવો તેવું લણો" એ કહેવત મુજબ આપણે જેવું ફળ જોઈતું હોય એવા વૃક્ષનું બીજ