શ્રાધ્ધ ‘શ્રદ્ધયા યત ક્રિયતે તત’ અર્થાત શ્રધ્ધાથી જે અંજલિ આપવામાં આવે તે શ્રાધ્ધ. ભાદ્રપદ માસનો ક્રુષ્ણ પક્ષ શ્રાધ્ધ પક્ષ અથવા મહાલય પક્ષ કહેવાય છે. આજે માનવી આકાશમાં અને સમુદ્રના તળિયે મુક્ત સંચાર કરી શકે છે. પણ ભૂમિ પર શાંતિથી કેમ રહેવું તે જાણતો નથી.ત્યારે માનવીની સામાજિક અને વૈયક્તિક ઉન્નતિ થાય તે માટે આપણા વડીલોએ અથાક મહેનત કરી એક આગવી સંસ્કૃતિ ઉભી કરી છે. પણ તેમાં શ્રદ્ધા ન હોવાને લીધે આપણે શાંતિ,સમાધાન અને સ્વાસ્થ્ય ગુમાવ્યું છે.શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી કરેલું સ્મરણ,તર્પણ.શ્રાદ્ધ એટલે વડીલો પ્રત્યે આદર,કૃતજ્ઞતા દ્વારા તેમનું સ્મરણ કરવાનો સમય.તર્પણ એટલે તૃપ્ત કરવું, સંતુષ્ટ કરવું.પૂર્વજોની આબરૂ વધે, તેવું વર્તન અને જીવન રાખીએ તો તે જરૂર તૃપ્ત