બદલો - (ભાગ 16)

(30)
  • 4.4k
  • 1
  • 2.1k

સ્નેહા મુંબઈ ના પોલીસ સ્ટેશન પાસે આવેલ હોટેલ માં રહેતી હતી...જો આજે જ એના મમ્મી ને મળવાનો મોકો મળી જાય તો સ્નેહા આજે જ મળીને રવાના થઈ જવા માંગતી હતી ...પોલીસ સ્ટેશન આવીને સ્નેહા એ એના મમ્મી નું નામ અને નંબર ના આંકડા કહ્યા એટલે એને થોડો સમય રાહ જોવાનું કહ્યું...ખૂણે ખૂણે કરોળિયાના જાળા જોઇને એ ખૂબ જ જુનું પોલીસ સ્ટેશન હતું એવું સ્નેહા ને લાગ્યું...કેટલા વર્ષો પછી એ એના મમ્મી ને મળવા ની હતી જેના કારણે સ્નેહા ના હૃદયના ધબકારા ખૂબ બમણી ઝડપ થી ચાલી રહ્યા હતા...એક એક સેકંડ સ્નેહા ને ભારે પડતી હતી.....સ્નેહા ને અંદર લઇ જવામાં આવી