બદલો - (ભાગ 15)

(26)
  • 4.4k
  • 2
  • 2.2k

ઘરે આવીને અભી ખૂબ ઉત્સાહમાં આવી ગયો ...નીયા ને મળીને એને અલગ જ ખુશી થઈ રહી હતી જે નિખિલ જોઈ રહ્યો હતો..." શું થયું ,કેમ આમ ગાંડા ની જેમ હસે છે એકલો એકલો..."અભી નિખિલ પાસે આવીને બેસી ગયો પરંતુ એ હજુ પોતાની ધૂનમાં જ હતો..."કૂતરું કરડી ગયું કે શું...." નિખિલ એ અભી ને ખભા થી હચમચાવી ને પૂછ્યું...ઉપર થી દાદી નીચે આવ્યા નિખિલ ની વાત સાંભળીને એ હસવા લાગ્યા...બંને ને હસતા જોઇને અભી એ પૂછ્યું..."શું થયું...?" "એ તો હું તને પૂછું છું કેમ આમ ગાંડા ની જેમ હસ્યા કરે છે...કૂતરું નથી કરડ્યું ને...." અભી એ હસીને કહ્યું " ના ના...હું તો ની...."