ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૭

(12)
  • 2.8k
  • 2
  • 1.4k

રાજા તેજમય ના તીર ના પ્રહાર થી મૂર્તિ માંથી એક મોટો અવાજ આવ્યો અને મૂર્તિ તૂટી ને નીચે પડી ગઈ. પણ મૂર્તિ પુરે પુરી નષ્ટ થઈ નહિ. મૂર્તિ નું હૃદય નષ્ટ કરવાનું હતું તેના બદલે બધા તીર પેટના ભાગમાં લાગવાથી મૂર્તિ નો નીચે ના ભાગના ટુકડે ટુકડા થઈ ગયા પણ મસ્તક અને છાતી સલામત રહી ગઈ. જ્યારે મૂર્તિ જમીન પર પડી ત્યારે તેમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળી ને તાંત્રિક ના શરીરમાં દાખલ થયો. એટલે એજ ક્ષણે તાંત્રિક સાધના માંથી જાગી જાય છે. તેની પહેલી નજર તેના ભગવાન રાક્ષસ પર પડે છે. પણ તે રાક્ષસ ની મૂર્તિ તો અડધી નષ્ટ થઈ ગઈ