પોતાના નગર અને મહેલ ને બચાવવા રાજા તેજમય તેનો માનીતો સૈનિક સાથે નગર પાછા ફરે છે. અને તે સૈનિક ના ઘરે જ રહીને મહેલ અને નગર ને તાંત્રિક ના કબ્જા માંથી છોડાવવા નું નક્કી કરે છે. તે રાત્રે સૈનિક ના ઘરે સૈનિક અને રાજા તેજમય ચર્ચા વિચારણા કરે છે. કે આખરે કંઈ રીતે મહેલ ને તાંત્રિક ના હાથે થી છોડાવવો. તે રાત્રે રાજા તેજમય વિચારતા વિચારતા તેને યાદ આવે છે. કે જીન તો રાત્રે મહેલ ની બહાર નીકળે છે. અને દિવસે જ તાંત્રિક ની સુરક્ષામાં મહેલમાં હાજર રહે છે. જો જીન રાત્રે આપણ ને મળી જાય તો ચોક્કસ કોઈ રસ્તો મળી