કંકણ નીચે આવતા જોઈને કાવ્યા નું મન થોડું ડગ્યું હતું પણ પરી બનવાની ઈચ્છા તેને હિમ્મત આપવા લાગી. એક નિર્ણય કરી લીધો કે હું આખી રાત મહેનત કરીશ અને જો સુરંગ થોડી પણ નહિ ગાળી શકુ તો હું એમ માનીશ મારા ભાગ્યમાં પરી બનવાનું નથી. ફરી હાથમાં ખોદકામ ના હથિયાર કાવ્યાએ ઉપાડ્યા ને શરૂ કર્યું ખોદકામ. મોડી રાત સુધી કાવ્યા ખોદકામ કરતી રહી પણ તે જેટલી સુરંગ કરતી તેટલી ઉપર થી કંકણ નીચે પડીને બુરાઈ જતી. મધ્ય રાત્રિ થઈ તો પણ કાવ્યા એ ખોદકામ ચાલુ રાખ્યું. હવે કાવ્યા થાકી ચૂકી હતી એટલે થોડો આરામ કરવાનું વિચાર્યું. તે ત્યાં થોડીવાર બેસી રહી