‘તો એનામાં પ્રોબ્લેમ શું છે?’ તનીષાએ મને પૂછ્યું. ‘ખબર નથી. એ થોડોક વિચિત્ર છે. ખોટ્ટો છે.. આઈ ડોન્ટ’નો.. મતલબ કોઈ રેપ્યુટેબલ (માન - સમ્માન ધરાવતું) ઘરનો વ્યક્તિ આટલો ખુશ, આટલો ઉત્સાહ સાથે- ઓલમોસ્ટ સ્ટુપિડલી વાત કેમ કરતો હોય? અને જો એનામાં ફૂલ લાવવાની સમજણ છે તો તે આવી રીતે વાત કેમ કરતો હોય.’ તે ક્ષણે નિષ્કાના ફેસ જોતાં લાગતું કે તે કઈક કહેશે. મને ખબર પણ હતી. તે કહેવા ઇચ્છતી હોઈ શકે સિયાએ આ ફૂલનો આઇડીયા આપ્યો હોય. પણ ના, એક વાર સિયાને ઓળખ્યા બાદ તો આવું ન જ વિચારી શકાય. ‘પણ અલગ થવું તે સારું ના કે’વાય?’ ક્રિયાએ પૂછ્યું.