લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-22 “હાય...! કેટલાં વાગે નીકળે છે કૉલેજ જવાં...!?” વહેલી સવારે કૉલેજ જતાં-જતાં નેહાએ આરવને ફોન કરીને પૂછ્યું “મને લેતો જા ને...!” “અમ્મ...! હું તો હજી ના’યો પણ નઈ....!” આરવ બહાનું કાઢીને બોલ્યો “તું કૉલેજ પોં’ચ....! આપડે બપોરે મલીશુ...! શંભુ પર...!” “અરે વા ’સાચે...!?” નેહા ખુશ થઈને બોલી “સારું...સારું....! બાય...!” “બાય....!” બંનેએ કૉલ કટ કર્યો. બાઈક ઉપર બેઠેલાં આરવે ત્યાર પછી બાઈક જોધપૂર જવાં મારી મૂક્યું. *** “હું તારી સોસાયટી આગળ ઊભો છું...! કેટલીવાર તારે...!?” વિશાલે ફોન ઉપર લાવણ્યાને પૂછ્યું. “બસ...! પાંચ મિનિટ...! આઉજ છું..!” ઉતાવળા પગલે સોસાયટીના ગેટ બાજુ જઈ રહેલી લાવણ્યા