ભક્તિ અને મુક્તિ

  • 4.2k
  • 1.7k

Two PRIZE WINNING short stories clubbed together.1. મુક્તિ તરફ વિહર"મારે મરી જવું જોઈએ! મને જીવવાનો કોઈ અધિકાર નથી."આ સંવાદ સતત રામકાન્તના મગજમાં ચાલી રહ્યો હતો, એના દોષિત સભાનને જરા પણ શાંતિ નહોતી. સભા ગૃહની બહાર બેઠો, તે ઋષિમુનીના દર્શનની વાટ જોઈ રહ્યો હતો. કેમ એના મનમાં આવ્યું, કે આત્મહત્યા કરતા પહેલા, એક વાર અહીંયા આવીને ગુરુજીને પુછે, કે મરવા પહેલા એવું શું કરે, કે પ્રભુ એને ઓછી સજા આપે.પોતાનો વારો આવતા, રામકાન્ત અંદર ગયો. નમન કરતા, શીશ ઝુકાવીને, ઋષિમુનિની સામે બેઠો. "બોલ વત્સ, દુનિયાના ક્યાં ભારનો બોજ, તને મારી પાસે ખેંચી લાવ્યો?"બોલવાની પહેલા રામકાન્તની આંખમાં આંસુ આવી ગયા અને દિલ ભરાઈ