પ્રાયશ્ચિત - 12

(85)
  • 10.8k
  • 1
  • 9.3k

પ્રાયશ્ચિત પ્રકરણ-12કેતન મમ્મી પપ્પાનું ઘર છોડીને કાયમ માટે જામનગર જતો રહ્યો પછી ઘર સાવ સૂનું થઈ ગયું. કેતન તો રાત્રે સાડા બાર વાગે ટ્રેનમાં બેસી ગયો પરંતુ એ આખી રાત ઘરના સભ્યો ઉંઘી શક્યા નહીં. મમ્મી જયાબેને તો એ આખો દિવસ કંઇ ખાધુ જ નહીં. ઘરનો યુવાન દીકરો જૈન દીક્ષા લઇ લે અથવા તો સંન્યાસી બની જાય એવું વાતાવરણ ઘરનું થઈ ગયું હતું. કેતન અમેરિકા હતો એ સમયની વાત જુદી હતી. ભલે એ ઘરમાં ન હતો પણ એની ગેરહાજરી સાલતી નહોતી કારણ કે ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરીને એ ઘરે પાછો આવવાનો હતો અને ધંધો પણ સંભાળવાનો હતો. સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો