પ્રેમ ડગર

(30)
  • 4.1k
  • 1
  • 1.4k

મિતલ ઠક્કર નયનાને ખબર હતી કે પિતા હીરાભાઇ તેના જિતેન સાથેના પ્રેમ સંબંધ પર સંમતિની મહોર મારવાના નથી. પિતા જૂનવાણી વિચારના હતા. મા હયાત હોત તો વાત અલગ હતી. પિતા એક દીકરીને એટલું વહાલ કરતા હોય છે કે તેના દુ:ખ માટે વિચાર કરીને દુ:ખી થતા રહે છે. તેમ છતાં એક નાનકડી આશા સાથે આજે પિતાજીને પોતાની વાત કરવાનો નિર્ણય કરી લીધો. જો પિતાજીની સંમતિ ના હોય તો જિતેન સાથેના સંબંધમાં આગળ વધવાનો અર્થ ન હતો. તે જિતેનને મળીને આ વાત કરીને જ આવી હતી. તેની વાતથી જિતેન નિરાશ થયો હતો. તેને શંકા પડી ગઇ હતી કે તેમની લવસ્ટોરી અધૂરી રહેવાની