જાસૂસની જાસૂસી - ભાગ 1

(25)
  • 7.6k
  • 1
  • 3.6k

જાસૂસની જાસૂસી ભાગ-૧ અણીદાર સોય હરમન અને જમાલ પોલીસ કમિશ્નરની ઓફિસના વેઇટીંગ રૂમમાં બેઠા હતા અને ઇન્સ્પેકટર ચૌહાણના આવવાની રાહ જોઈ રહ્યા હતાં. ઇન્સ્પેકટર ચૌહાણે ફોન કરી સવારે હરમનને પોલીસ કમિશ્નરની કચેરીએ બોલાવ્યો હતો. પોલીસ કમિશ્નર એને મળી એની સાથે વાતચીત કરવા માંગે છે, એવું હરમનને એમણે કહ્યું હતું. ઇન્સ્પેકટર ચૌહાણની વાત સાંભળી હરમનને આશ્ચર્ય થયું કે શહેરના પોલીસ કમિશ્નરને મારું શું કામ પડ્યું હશે? પરંતુ ઇન્સ્પેકટર ચૌહાણની વાત સાંભળી હા પાડી અને એ બરાબર દસ વાગે પોલીસ કમિશ્નરની ઓફીસના વેઇટીંગ રૂમમાં આવીને બેસી ગયો હતો. ત્યારથી એના મનમાં આ પશ્ન ચાલતો હતો કે પોલીસ