થલાઇવી

(41)
  • 4.7k
  • 1
  • 1.1k

થલાઇવી-રાકેશ ઠક્કરતા.૧૦/૦૯/૨૦૨૧ ના રોજ થિયેટરોમાં રજૂ થયેલી ફિલ્મ 'થલાઇવી' (લીડર) માં કંગના રણોતે એવોર્ડ વિનિંગ અભિનય કર્યો છે. તેને અભિનય માટે પાંચમો રાષ્ટ્રીય એવોર્ડ મળવાની શક્યતા વધી ગઇ છે. કંગનાએ 'થલાઇવી' માં જે.જયલલિતાની ભૂમિકા જીવીને પોતાને અગાઉ મળેલા ચાર રાષ્ટ્રીય એવોર્ડસનું સન્માન વધાર્યું છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. 'થલાઇવી' નું ટીઝર રજૂ થયું ત્યારે તેના લુકની મજાક ઉડાવવામાં આવી હતી. અલબત્ત ટ્રેલર જોઇને લોકોને આશા જાગી હતી કે કંગનાએ ગજબનું કામ કર્યું હશે. ફિલ્મ રજૂ થયા પછી તો સમીક્ષકોએ પાંચમાંથી ચાર સુધી સ્ટાર આપીને એમાં એક સ્ટાર કંગનાનો ગણાવી તેના અભિનય પર શ્રેષ્ઠતાની મહોર મારી દીધી છે. તે અભિનયમાં