પતિ પત્ની અને પ્રેત - ૪૬

(69)
  • 5.6k
  • 1
  • 2.5k

પતિ પત્ની અને પ્રેત ૪૬ - રાકેશ ઠક્કરપ્રકરણ-૪૬રેતાના આગ્રહને વશ થઇને રિલોકને નાગદાના ઘરમાં આવવું પડ્યું હતું. નાગદા અને જાગતીબેન નાગદાના ઘરમાં ગયા પછી રેતાથી રહેવાયું નહીં. તેને ગળા સુધી ખાતરી હતી કે વિરેન નાગદાના ઘરમાં જ હોવો જોઇએ. તેણે અગાઉ પણ ઘરમાં જતાં અટકાવી હતી. હવે આરપારની લડાઇ લડી લેવી છે. તેણે નક્કી કરે લીધું કે પતિને બચાવવા પોતાનું બલિદાન આપતાં ખચકાશે નહીં. જયનાના પ્રેતને એમની વચ્ચેથી દૂર કરીને જ રહેશે. માતાજીને પ્રાર્થના કરી કે અમારો પતિ-પત્નીનો જન્મોજનમનો નાતો હોય તો અમારી જોડીને ઉની આંચ આવવા દેશો નહીં.રિલોક ખચકાતો હતો. તેને જાગતીબેનમાં વિશ્વાસ હતો. જ્યારે રેતાએ એકલા જવાની વાત કરી