બદલો - (ભાગ 3)

(31)
  • 4.9k
  • 1
  • 3.2k

અભી અને શીલા બંને બંધ રૂમની અંદર એના બેડની મજા માણી રહ્યા હતા...બારી પાસે નાની તડમાંથી દેખાતું આ દ્રશ્ય જોનાર એના કેમેરા માં ફોટા પાડી રહ્યું હતું...ફોટા ની ફ્લેશ બેડ સામે આવેલા અરીસા માં આવતા અભી નું ધ્યાન ત્યાં આવ્યું એટલે એ દોડીને બારી તરફ આવ્યો..."કોણ આપણને ડિસ્ટર્બ કરે છે ...." રૂમની અંદર ચાદર થી એના શરીર ને ઢાંકીને બેઠેલી શીલા બોલી..."મને ભ્રમ થયો હશે...." એવું કહીને અભી ફરી એના કામમાં વ્યસ્ત થઈ ગયો...નીયા દોડીને એના ઘરે આવી અને એના કપડાંની વચ્ચે એનો કેમેરો છુંપાવી દીધો..."શું થયું...." પહેલીવાર જલેબી બનાવતી સ્નેહા બોલી ઊઠી..."આ પ્લેટ પાડોશીના નામ ઉપર..." ચાર પાંચ ગરમાગરમ